વેધર મોડેલ મુજબ/ આવતી કાલે આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ

WhatsApp Group Join Now

આજે 13 જુલાઈ છે અને 13 જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. પરંતુ આગાહી મુજબ અને વેધર મોડલ મુજબ આજે અતિભારે વરસાદ પડે તેવા સંજોગો થોડા ઓછા છે, પરંતુ આવતી કાલે 14 જુલાઈના રોજ દિવસે અને રાત્રે વરસાદ ભુક્કા બોલાવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આવતી કાલે એટલે કે 14 જુલાઇ એ બંગાળની ખાડીમાં બનેલ વેલમાકૅ લો પ્રેશર સિસ્ટમ સલગ્ન અપર એર સાઇક્લોનીક સરક્યુલેશન 3.1 કીલોમીટરના લેવલે મધ્ય પ્રદેશથી દક્ષીણ પશ્વીમ દીશા તરફ બનશે અને થોડીજ કલાકોમાં મજબુત બનીને વેલમાકૅ લોપ્રેશરનું રૂપ ધારણ કરશે.

દક્ષીણ ગુજરાતના સુરતથી દક્ષીણ સૌરાષ્ટ્રના મહુવા, અમરેલી, જુનાગઢથી પશ્વીમ સૌરાષ્ટ્રથી અરબી સમુદ્ર તરફ ગતી કરશે અને ડીપ્રેશનમાં ફેરવાશે. જેની અસર હેઠળ 14 અને 15 જુલાઈ એ દક્ષીણ ગુજરાત, ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

Weather મોડેલ મુજબ આવતી કાલે દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ભરૂચ અને છોટાઉદેપુર જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, દીવ, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા ગણવી. આ સાથે અમદાવાદ, ઉત્તર સુરેન્દ્રનગર, મોરબી અને હિંમતનગર આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડશે.

હવામાન ખાતાની આગાહી મુજબ 14 જુલાઈના રોજ જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment