રાજ્યમાં વરાપ (તડકો) કેટલો સમય રહેશે? હવે વરસાદ ક્યારે થશે?

વરસાદનો નાનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. 3 દિવસનો રાઉન્ડ જેમ કહ્યું હતું તેમ જ રહ્યો અને આજથી ફરી વરાપ ચાલુ પણ થઈ ગઈ પરંતુ હવે વરાપ કેટલા દિવસ રહેશે એ જોઈએ.

વરસાદના આગોતરા એંધાણ પ્રમાણે 29- 30 તારીખ આસપાસ લગભગ વાતાવરણ ફરી અસ્થિર બનશે. વાતાવરણ અસ્થિર બનશે એટલે થનડરસ્ટ્રોમ વાળા વરસાદની શરૂઆત થશે. એટલે એ છૂટો છવાયો પડે ક્યાં પડે એ બધુ નજીક આવશે ત્યારે ખ્યાલ આવશે. પરંતુ વાતાવરણ અસ્થિર બનશે એટલે પહેલા ખૂબ તડકો/ ગરમી/ બફારો જે કહો તે પડશે.

મિત્રો હાલ ગુજરાતને અસરકર્તા કોઇ મોટી સિસ્ટમ બનવાની નથી એટલે મોટો ભારે કે સાર્વત્રિક રાઉન્ડની હમણાં થોડો સમય માટે કોઈ શકયતા નથી. આગળ થનડરસ્ટ્રોમ વાળા વરસાદ થશે જે લોટરી જેવા હોય જેને લાગે એને લાભ લઇ લેવાનો બાકી બીજા ને વરાપ લાંબી થઈ તેમ ગણવાની રહેશે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પરિણામે આ વખતે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 100% નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 156% અને સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાતમાં 82% જેટલો નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 107%, સૌરાષ્ટ્રમાં 89.44% અને દક્ષિણ ગુજરાતમાં 108.31% જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ સાથે જ રાજ્યમાં હાલમાં 57 જળાશયો 100% ભરાયા છે. આ સિવાય 72 જળાશયો 70%થી 100% જેટલા ભરાયા છે. તો 29 જળાશયો 50થી 70% જેટલાં ભરાયા છે. 22 જળાશયો 25થી 50% ભરાયા છે. જ્યારે 28 જળાશયો 24%થી પણ ઓછાં ભરાયા છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *