એરંડાના ભાવ વધશે કે ઘટશે? આજનો ઉંચો ભાવ રૂ. 1491, જાણો આજના એરંડાના બજાર ભાવ

WhatsApp Group Join Now

વર્ષોથી ખેડૂતોની એક જ ફરિયાદ છે કે ખેડૂત કદી બે પાંદડે થતો નથી શું કામ? રાત-દિવસ કાળી મજૂરી કરીને જે પકવ્યું હોઇ તેના સારા ભાવ મેળવતાં હવે ખેડૂતોએ શીખવું પડશે. ખેડૂતો એમ માને છે કે ઘરબેઠા અમને સારા ભાવ મળી જાય. તેવું કદી થવાનું નથી. કહેવત છે કે ‘આપ મુઆ વિના સ્વર્ગ પણ મળતું નથી’ ખેડૂતોએ હવે બજારને સમજવી પડશે. જેવા ખેતરમાં ઉગ્યા અને સારા ભાવ થયા એટલે વેચી દેવાની ટેવ હવે ખેડૂતોએ બદલવી પડશે.

નવા એરંડા કયારે બજારમાં આવશે તે અત્યારે ખેડૂત સિવાય કોઇ સાચુ જાણી શકે તેમ નથી ત્યારે દરેક ખેડૂતને ખબર છે કે હજુ તો એરંડા ખેતરમાં વાવ્યા છે તે પાકીને છ મહિને બજારમાં આવશે તે બધા ખેડૂતને ખબર છે છતાં એરંડા વેચવા માટે ખેડૂતો આટલા ઉતાવળા કેમ થયા છે? ખેડૂતોની ઓછી સમજ અને ઉતાવળને કારણે વર્ષોથી ખેડૂતોને લૂંટતા લૂંટારાઓ શક્તિશાળી બની રહ્યા છે અને ખેડૂતોને લૂંટવા માટે બમણા જોરથી કામે લાગી ગયા છે.

ખેડૂતો પાસેથી સસ્તામાં એરંડા પડાવીને આ એરંડાના બમણા કે ત્રણ ગણા ભાવ મેળવીને કરોડોની કાળી કમાણી કરનારાઓને ખેડૂતો સામે ચાલીને લૂંટવાની તક આપી કહ્યા છે. ખેડૂતો એક જ સીધો સાદો નિયમ અપનાવે તો દરેક ખેડૂત બે પાંદડે સહેલાઇથી થઇ શકે છે જ્યારે એરંડા કે કોઇપણ પાકના ભાવ ઘટતાં હોય ત્યારે દરેક ખેડૂતોએ વેચવાનું બંધ કરી દેવું જોઇએ કારણ કે જેવી આવક ઘટે એટલે ભાવ ઘટતાં અટકીને સુધરે છે. બે-ત્રણ દિવસ ખેડૂતો વેચવાનું બંધ કરશે તો આપોઆપ ભાવ વધવા માંડશે. જ્યારે ભાવ વધે ત્યારે ખેડૂતોએ વેચવું જોઇએ અને ફરી ભાવ ઘટે ત્યારે વેચવાનું બંધ કરી દેવું જોઇએ.

જે ખેડૂતો ઉતાવળા બનીને એરંડા વેચી રહ્યા છે તેને કારણે એરંડા ઉગાડતાં તમામ ખેડૂતોની કમાણી તૂટી રહી છે. એરંડાના ખેડૂતોની પરસેવાની મહેનત પાણીમાં જઇ રહી છે તેના માટે માત્ર ને માત્ર ઉતાવળા ખેડૂતો જ જવાબદાર છે. એરંડામાં ઓછો પાક થયો છે અને વિદેશમાં એરંડિયા તેલની માગ બહુ જ મોટી છે એટલે એરંડાના ભાવ જરૂર વધશે પણ ખેડૂતોની ઉતાવળને કારણે એરંડાના ભાવ ઓકટોબરના વધીને મણના 1600થી 1700 રૂપિયા કે 2000 રૂપિયા થવાના હતા તે હવે ડિસેમ્બર જાન્યુઆરીમાં થશે.

એરંડાના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 27/08/2022 ને શનિવારના રોજ એરંડાનો સૌથી ઉંચો ભાવ હારીજ માર્કેટ યાર્ડમાં રૂ. 1491 સુધીનો બોલાયો હતો.

એરંડાના બજાર ભાવ (Eranda Bajar Bhav):

તા. 27/08/2022 ને શનિવારના એરંડાના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
પોરબંદર 955 956
હળવદ 1430 1463
ભચાઉ 1480 1481
ભુજ 1450 1469
દશાડાપાટડી 1440 1445
ડિસા 1470 1477
ભાભર 1463 1481
પાટણ 1450 1484
ધાનેરા 1457 1469
મહેસાણા 1471 1490
વિજાપુર 1458 1490
હારીજ 1475 1491
માણસા 1470 1482
ગોજારીયા 1466 1468
કડી 1475 1486
વિસનગર 1437 1478
પાલનપુર 1460 1477
તલોદ 1463 1475
દહેગામ 1430 1440
દીયોદર 1467 1476
કલોલ 1480 1481
સિધ્ધપુર 1450 1483
હિંમતનગર 1440 1473
કુકરવાડા 1440 1477
ધનસૂરા 1450 1460
ઇડર 1460 1477
પાથાવાડ 1463 1466
બેચરાજી 1465 1473
કપડવંજ 1380 1415
વીરમગામ 1474 1479
થરાદ 1450 1480
સાણંદ 1459 1461
રાધનપુર 1440 1475
આંબલિયાસણ 1453 1455
સતલાસણા 1430 1441
ઇકબાલગઢ 1457 1458
ઉનાવા 1452 1475
લાખાણી 1460 1474
પ્રાંતિજ 1380 1420
વારાહી 1415 1453
જોટાણા 1465 1470
ચાણસ્મા 1465 1480
દાહોદ 1380 1400

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો. 

WhatsApp Group Join Now

Leave a Comment