આજથી મઘા નક્ષત્ર શરૂ/ મઘા નક્ષત્રના મોંઘા પાણી; સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

આજથી ચોમાસાના મઘા નક્ષત્રની શરૂઆત થશે. આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ તા. 17/08/2022 એ સવારે 07:23 કલાકથી 30/08/2022 ના રાત્રીના 03.19 સુધી મઘા નક્ષત્રમાં રહશે. મઘા નક્ષત્રનું વાહન ઘોડો છે.

મઘા નક્ષત્રની લોકવાયકા:
‘મઘા કે બરસે
માતૃ કે પરસે‘

લોકવાયકા મુજબ, જો માતા ખાવાનું પીરસે તો પુત્રનું પેટ ભરાઈ એમ મઘા નક્ષત્ર વરસાદથી વરસે તોજ ધરતી માતાનું પેટ ભરાઈ. એટલે આ નક્ષત્રમાં સારો વરસાદ પડવાની આશ હોય છે. આ પરથી વધારે એક કહેવત પ્રખ્યાત છે “જો વરસે મઘા તો થાય ધાન નાં ઢગાં” એટલે કે મઘામાં સારો વરસાદ થાય તો ધાન્યના ઢગલા થાય.

મઘા ના મોંઘા પાણી, માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે. આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી. મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. આમ, મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે.

એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. તથા આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદ રહેશે. રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આગાહી મુજબ 17 અને 18 તારીખના રોજ ઉપરોક્ત જગ્યાએ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. 19 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે મંગળવારે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment