નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1685, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

ગોંડલ-રાજકોટમાં ધારણાથી વધુ આવકો સોમવારે થયા બાદ યાર્ડ સત્તાવાળાએ નવી આવકો બંધ કરી હોવાથી સરેરાશ ભાવમાં આજે સુધારો હતો. ખાસ કરીને નવી મગફળી આવે છે, પરંતુ હવાવાળો માલ વધારે આવે છે, પરિણામે બજારમાં સારા અને સુકા માલમાં લેવાલી સારી હોવાથી ભાવમાં રૂ. 20થી 30નો સુધારો હતો. આગામી દિવસોમાં મગફળીની આવકો ઉપર જ બજારનો આધાર રહેલો છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, સૌરાષ્ટ્રનાં અમુક ગામડામાં ફરી વરસાદ ચાલુ થયો છે જો હજી પણ બે-ચાર દિવસ વરસાદ આવશે તો મગફળીની આવકોને બ્રેક લાગી શકે છે. પરિણામે સારા માલનાં ભાવમાં બહુ ઘટાડો થયો નહોંતો, વળી હજે આવકો થઈ રહી છે, તેમાં પણ સુકા માલ બહુ ઓછા આવે છે, પરિણામે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 27/09/2022 ને મંગળવારના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 18578 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1399 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 24780 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 850થી 1321 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 27/09/2022 ને મંગળવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5010 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1071થી 1421 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6135 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1685 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 26/09/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1685 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 27/09/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1000 1321
અમરેલી 815 1218
સાવરકુંડલા 930 1223
જેતપુર 881 1401
પોરબંદર 955 956
વિસાવદર 873 1371
મહુવા 924 1300
ગોંડલ 850 1321
જુનાગઢ 900 1221
જામજોધપુર 900 1180
ભાવનગર 1193 1194
માણાવદર 1450 1451
તળાજા 1060 1215
હળવદ 1000 1399
જામનગર 1000 1230
ભેસાણ 800 1042
દાહોદ 1100 1240

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 27/09/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 950 1333
અમરેલી 1051 1200
કોડીનાર 831 1301
સાવરકુંડલા 970 1286
જસદણ 825 1285
મહુવા 836 1210
ગોંડલ 975 1396
જુનાગઢ 1000 900
જામજોધપુર 900 1286
ઉપલેટા 800 830
ધોરાજી 946 1156
વાંકાનેર 961 1290
જેતપુર 851 1286
તળાજા 835 1111
ભાવનગર 1112 1289
રાજુલા 750 960
મોરબી 930 1334
જામનગર 1050 1285
બાબરા 975 1005
ધારી 900 1020
ખંભાળિયા 900 1271
ધ્રોલ 900 1190
હિંમતનગર 1200 1685
પાલનપુર 1151 1392
તલોદ 1300 1440
મોડાસા 1111 1501
ડિસા 1071 1421
ઇડર 1100 1594
ભીલડી 1081 1100
ઇકબાલગઢ 1185 1358
સતલાસણા 1081 1150

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment