ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો? આજનો ઉંચો રૂ. 520, જાણો આજના (16/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 16/10/2023 Onion Apmc Rate
સાઉથની ડુંગળીમાં નિકાસ છૂટ હોવાથી ગુજરાત-નાશીકની ડુંગળીની બજારોમાં તાજેતરમાં સુધારો આવ્યાં બાદ હવે બજારો સ્ટેબલ થયા હતા. મહુવા અને ગોંડલ સહિતની મંડીઓમાં નવી ચોમાસું ડુંગળીની છૂટક-છૂટક આવકો થાય છે, પરતુ રેગ્યુલર આવકો દિવાળી આસપાસ જ આવે તેવી સંભાવના છે, એ પહેલા ડુંગળીની આવકો થાય તેવા સંજોગે દેખાતા નથી.
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારી Whatsapp ચેનલ ફોલો કરો.
ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હાલમાં બજારો અથડાયા કરશે, પરંતુ દિવાળી સુધીમાં સારા માલમાં બજારો રૂ.૨૫થી ૫૦ વધી શકે છે. નિકાસ વેપારો સાઉથમાંથી થાય છે અને નાશીકમાંથી પણ નવી ડુંગળી આવશે એટલે નિકાસમાં પેરિટી બેસશે તેવી ધારણાં હોવાથી બજારો વધતા અટક્યાં છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14/10/2023, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 510 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 84થી રૂ. 486 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 486 સુધીના બોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 366 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 520 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 500 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 520 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 11/10/2023, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 181થી રૂ. 325 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 16/10/2023 Onion Apmc Rate):
તા. 14/10/2023, શનિવારના સફેદ તલના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 140 | 510 |
મહુવા | 84 | 480 |
ગોંડલ | 101 | 486 |
જેતપુર | 71 | 366 |
મોરબી | 200 | 520 |
અમદાવાદ | 300 | 500 |
દાહોદ | 300 | 520 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 16/10/2023 Onion Apmc Rate):
તા. 14/10/2023, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 181 | 325 |
દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.