અશોકભાઈ પટેલની મોટી આગાહી; અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઇ પટેલે આજથી 8 તારીખ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે, અઠવાડિયાનાં આ સમયગાળામાં વરસાદી પરબિળો સારા સાબિત થવાની શક્યતા છે. દરિયા લેવલનો મોન્સુન ટ્રેક દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધીનો છે. જે આજથી 8 દિવસમાં કેરળ સુધી લંબાશે.

આઠ જુલાઈ સુધીમાં રાજ્યના 75% વિસ્તારોમાં વરસાદના બે રાઉન્ડ આવશે. મધ્ય પશ્ચિમ અરબી સમુદ્રમાં 3.1 થી 5.8 km ના લેવલે એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છે. જેનો ટ્રફ રાજસ્થાનથી લઈને ગુજરાત ઉપરથી પસાર થશે.

જ્યારે બીજો એક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે. જેમણે કારણે આઠ તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે.

ચોમાસાની ધરી ઉત્તર રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ટ્રફ રેખા હોય છે, જે હાલમાં નોર્મલથી થોડીક પંજાબ તરફ છે. આગાહીના દિવસોમાં આ ટ્રફ અથવા તો ચોમાસાની ધરી નોર્મલ થઈ જશે અને અમુક દિવસે દક્ષિણ તરફ એટલે કે ગુજરાત તરફ આવશે જેને કારણે વરસાદની શક્યતા છે.

બંગાળની ખાડી બાજુના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ આ ટ્રફ ઉપરથી પસાર થશે જેમને કારણે સારા વરસાદની શક્યતા છે. આવનાર દિવસોમાં મુંબઈથી ઉત્તરે ઇષ્ટ વેસ્ટ સી.આર. ઝોન 3.1 km ના લેવલેથી પસાર થશે ત્યારે ચોમાસાની ધરીનો પશ્ચિમ છેડો ગુજરાત તરફ આવી જશે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment