મગફળીની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી હોવાથી મગફળીની આવકને પણ અસર પહોંચી છે અને ભાવમાં સરેરાશ પીઠાઓમાં રૂ.10થી 20ની વધઘટ ક્વોલિટી મુજબ જોવા મળી હતી. સીંગતેલનાં ભાવ ઘટી રહ્યાં હોવાથી મગફળીની બજારો પણ સરેરાશ નીચી આવે તેવી સંભાવનાંઓ વધારે દેખાય રહી છે.
મગફળીનાં બ્રોકરો કહે છે કે હાલ મગફળીની આવકો ઓછી થવા લાગી છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણી અને લગ્નગાળાની સિઝનને કારણે ઘટી છે, પંરતુ ઉત્તર ગુજરાતનાં દરેક સેન્ટરમાં સરેરાશ મગફળીની આવકને અસર પહોંચી છે અને ત્યાં હવે દશેક દિવસમાં સિઝન પણ પૂરી થઈ જાય તેવી ધારણાં છે. મગફળીનાં ભાવ આગામી થોડા દિવસ ઠંડા રહે તેવી ધારણાં છે પરંતુ હવે બહુ મોટી મંદી એમા દેખાતી નથી.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 26/11/2022 ને શનિવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 17340 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1311 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3707 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1351 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 26/11/2022 ને શનિવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7078 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1121થી 1324 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6986 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1130થી 1500 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 26/11/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1400 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1950 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 26/11/2022 શનિવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1306 |
અમરેલી | 810 | 1253 |
કોડીનાર | 1100 | 1211 |
સાવરકુંડલા | 1111 | 1281 |
જેતપુર | 846 | 1216 |
પોરબંદર | 1030 | 1185 |
વિસાવદર | 912 | 1296 |
મહુવા | 1100 | 1390 |
ગોંડલ | 800 | 1311 |
જુનાગઢ | 900 | 1278 |
જામજોધપુર | 950 | 1270 |
ભાવનગર | 1150 | 1235 |
માણાવદર | 1300 | 1301 |
તળાજા | 880 | 1260 |
હળવદ | 1101 | 1351 |
જામનગર | 900 | 1200 |
ભેસાણ | 900 | 1225 |
સલાલ | 1200 | 1400 |
દાહોદ | 660 | 720 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 26/11/2022 શનિવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1070 | 1225 |
અમરેલી | 1072 | 1300 |
કોડીનાર | 1125 | 1329 |
સાવરકુંડલા | 1025 | 1301 |
જસદણ | 1050 | 1280 |
મહુવા | 981 | 1228 |
ગોંડલ | 900 | 1271 |
જુનાગઢ | 900 | 1690 |
જામજોધપુર | 1000 | 1300 |
ઉપલેટા | 1060 | 1208 |
ધોરાજી | 891 | 1201 |
વાંકાનેર | 800 | 1376 |
જેતપુર | 951 | 1491 |
તળાજા | 1225 | 1510 |
ભાવનગર | 1075 | 1775 |
રાજુલા | 1051 | 1218 |
મોરબી | 1000 | 1450 |
જામનગર | 1000 | 1950 |
બાબરા | 1143 | 1247 |
બોટાદ | 970 | 1170 |
ધારી | 834 | 900 |
ખંભાળિયા | 925 | 1300 |
પાલીતાણા | 1090 | 1175 |
લાલપુર | 1016 | 1130 |
ધ્રોલ | 955 | 1248 |
હિંમતનગર | 1100 | 1750 |
પાલનપુર | 1130 | 1500 |
તલોદ | 1050 | 1635 |
મોડાસા | 1000 | 1561 |
ડિસા | 1121 | 1324 |
ઇડર | 1230 | 1711 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1150 | 1341 |
ભીલડી | 1050 | 1301 |
થરા | 1158 | 1293 |
દીયોદર | 1100 | 1300 |
વીસનગર | 1190 | 1251 |
માણસા | 1131 | 1245 |
વડગામ | 1154 | 1287 |
કપડવંજ | 950 | 1325 |
શિહોરી | 1110 | 1285 |
ઇકબાલગઢ | 1071 | 1399 |
સતલાસણા | 1130 | 1230 |
લાખાણી | 1100 | 1296 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.