નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1950, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી હોવાથી મગફળીની આવકને પણ અસર પહોંચી છે અને ભાવમાં સરેરાશ પીઠાઓમાં રૂ.10થી 20ની વધઘટ ક્વોલિટી મુજબ જોવા મળી હતી. સીંગતેલનાં ભાવ ઘટી રહ્યાં હોવાથી મગફળીની બજારો પણ સરેરાશ નીચી આવે તેવી સંભાવનાંઓ વધારે દેખાય રહી છે.

મગફળીનાં બ્રોકરો કહે છે કે હાલ મગફળીની આવકો ઓછી થવા લાગી છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણી અને લગ્નગાળાની સિઝનને કારણે ઘટી છે, પંરતુ ઉત્તર ગુજરાતનાં દરેક સેન્ટરમાં સરેરાશ મગફળીની આવકને અસર પહોંચી છે અને ત્યાં હવે દશેક દિવસમાં સિઝન પણ પૂરી થઈ જાય તેવી ધારણાં છે. મગફળીનાં ભાવ આગામી થોડા દિવસ ઠંડા રહે તેવી ધારણાં છે પરંતુ હવે બહુ મોટી મંદી એમા દેખાતી નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 26/11/2022 ને શનિવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 17340 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1311 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3707 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1351 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 26/11/2022 ને શનિવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7078 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1121થી 1324 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6986 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1130થી 1500 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 26/11/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1400 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1950 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 26/11/2022 શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1306
અમરેલી 810 1253
કોડીનાર 1100 1211
સાવરકુંડલા 1111 1281
જેતપુર 846 1216
પોરબંદર 1030 1185
વિસાવદર 912 1296
મહુવા 1100 1390
ગોંડલ 800 1311
જુનાગઢ 900 1278
જામજોધપુર 950 1270
ભાવનગર 1150 1235
માણાવદર 1300 1301
તળાજા 880 1260
હળવદ 1101 1351
જામનગર 900 1200
ભેસાણ 900 1225
સલાલ 1200 1400
દાહોદ 660 720

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 26/11/2022 શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1225
અમરેલી 1072 1300
કોડીનાર 1125 1329
સાવરકુંડલા 1025 1301
જસદણ 1050 1280
મહુવા 981 1228
ગોંડલ 900 1271
જુનાગઢ 900 1690
જામજોધપુર 1000 1300
ઉપલેટા 1060 1208
ધોરાજી 891 1201
વાંકાનેર 800 1376
જેતપુર 951 1491
તળાજા 1225 1510
ભાવનગર 1075 1775
રાજુલા 1051 1218
મોરબી 1000 1450
જામનગર 1000 1950
બાબરા 1143 1247
બોટાદ 970 1170
ધારી 834 900
ખંભાળિયા 925 1300
પાલીતાણા 1090 1175
લાલપુર 1016 1130
ધ્રોલ 955 1248
હિંમતનગર 1100 1750
પાલનપુર 1130 1500
તલોદ 1050 1635
મોડાસા 1000 1561
ડિસા 1121 1324
ઇડર 1230 1711
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1341
ભીલડી 1050 1301
થરા 1158 1293
દીયોદર 1100 1300
વીસનગર 1190 1251
માણસા 1131 1245
વડગામ 1154 1287
કપડવંજ 950 1325
શિહોરી 1110 1285
ઇકબાલગઢ 1071 1399
સતલાસણા 1130 1230
લાખાણી 1100 1296

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment