એરંડાના ભાવમાં મંદીને લાગી બ્રેક; જાણો આજના (તા. 24/02/2023 ના) તમામ બજારમાં એરંડાના બજાર ભાવ

WhatsApp Group Join Now

પાંચ-સાત વર્ષ પહેલા ખેડૂતોને લૂંટીને સસ્તા એરંડા પડાવનારાની મેલી રમત હવે ખેડૂતો સમજી ચૂક્યા હોઇ હવે ખેડૂતો સમજદાર બન્યા છે. એરંડાના ભાવ માત્ર પંદર દિવસમાં ખેડૂતોને લૂંટનારાઓેએ રૂા. 1410થી ઘટાડીને રૂા. 1310 કરી નાખ્યા છે.

આ લૂંટારાઓની મેલી દાનત સમજી જનારા ખેડૂતોએ ભાવ ઘટતાં એરંડા વેચવાના બંધ કરી દીધા હોઇ જેના કારણે એરંડામાં મંદી ધીમી પડી હતી.

ગઈ કાલે પીઠા માત્ર રૂા. 5 ઘટયા હતા. એરંડાનું ઉત્પાદન મોટું થવાનો પ્રચાર કરીને ખેડૂતોને લૂંટવાનો કારસો કરનારાઓની રમત ખેડૂતોએ સમજવાની જરૂર છે.

છેલ્લા પાંચ-છ દિવસથી ભારે ગરમી પડતાં એરંડાનું ઉત્પાદન 16થી 17 લાખ ટનથી વધુ થશે નહીં. જૂનો સ્ટોક તળિયાઝાટક હોઇ આગળ જતાં એરંડાના ભાવ સુધરવાના નક્કી હોઇ ખેડૂતો જો વેચવામાં ઉતાવળ નહીં કરે તો એરંડાના ભાવ વધુ નહીં ઘટે તે નકકી છે.

ગઈ કાલે એરંડાની આવક પીઠામાં માંડ માંડ 52થી 55 હજાર ગુણી અને વખારના કામ સહિત કુલ 65થી 70 હજાર ગુણીના કામકાજ થયા હતા. ગઈ કાલે પીઠા ઘટીને રૂા. 1310થી 1320 બોલાયા હતા. જગાણાના શીપર્સના ભાવ સવારે રૂા. 1352 હતા જે ઘટીને રૂા. 1345 થયા હતા.

એન. કે. ના સવારે રૂા. 1350 હતા જે ઘટીને રૂા. 1345 થયા હતા તેમજ ગાંધીધામ ખાતે શીપર્સોના ભાવ સવારે રૂા. 1350 હતા જે ઘટીને રૂા. 1340થી 1345 હતા. દિવેલ સવારે રૂા. 1385 વાળુ્ં ઘટીને સાંજે રૂા. 1377 થયું હતુ.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment