જીરૂના ભાવનો સૌથી મોટો સર્વે, આજનો ઉંચો ભાવ રૂ. 12500; જાણો આજના (તા. 05/09/2023 ના) જીરુંના બજાર ભાવ

WhatsApp Group Join Now

મોટાભાગના ખેડૂતોનો સ્વભાવ છે કે ભાવ વધતા રહે ત્યાં સુધી ખેડૂત વેચતો નથી કારણ કે ખેડૂતોને વધુ ભાવ મળવાની આશા હોય છે પણ જ્યારે ભાવ તૂટે ત્યારે ખેડૂત ગભરાટમાં જેટલુ ઉગ્યું તે બધુ જ એક સાથે વેચી નાખે એટલે માર્કેટ યાર્ડોમાં રાખવાની જગ્યા ન હોય તેટલા મોટા ઢગલા થવા લાગે છે. ઢગલા જોઇને રાતોરાત ભાવ પાણી-પાણી થઇ જાય છે.

જીરૂની નવી સીઝનમાં આવું થવાનું છે પણ ખેડૂતો ભાવ તૂટે ત્યારે ગભરાટ ન રાખે અને હિંમત રાખીને જો ત્રણ કે ચાર તબક્કામા જીરું વેચશે તો દરેક ખેડૂતોને જીરૂના ભાવ મળશે પણ જો ખેડૂત હિંમત હારી ગયો અને ગભરાટમાં આવીને જેટલું ઉગ્યું તે બધું જ જીરૂ એક સાથે વેચી નાખશે તો જીરૂના ભાવ રાતોરાત પાણી- પાણી થઇ જશે.

આ પણ વાંચો: નવા કપાસના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (તા. 05/09/2023 ના) કપાસના બજાર ભાવ

જીરૂના ભાવ મણના 13,100થી 13,200 રૂપિયા મણના હતા તેમાં વાવેતર વધશે તેવી માત્ર વાતોથી 2000 રૂપિયા તૂટી ગયા. અત્યારે જીરૂના ભાવ મણના 10,500થી 11,200  રૂપિયા બોલાય છે. જીરૂના વાવેતરના આંકડા જેમ જેમ આવશે તેમ તેમ ભાવ તૂટતાં જશે. ભાવ તૂટે ત્યારે ખેડૂતોમાં ગભરાટ વધે અને જલ્દી વેચી નાખીએ તેની ઉતાવળ જાગે તે સ્વભાવિક છે. 2300થી 2500 રૂપિયે વર્ષોથી વેચાતા જીરૂના ભાવ 13,200 રૂપિયા થાય એટલે સ્વભાવિક રીતે ઘટાડો પણ સડસડાટ આવવાનો છે. હજુ તો ખેતરમાં જીરૂ લહેરાતું હશે ત્યાં ભાવ તૂટવા લાગશે.

ખેડૂતોએ જીરૂના ભાવ 13,200 રૂપિયા જોયા હોય તેના ઘટીને 8000 રૂપિયા થાય, 7000 રૂપિયા થાય, 6000 રૂપિયા થાય એટલે રાતની ઊંઘ હરામ થઇ જાય અને ખેતરમાં જે જીરૂ પાકીને તૈંયાર થાય એટલે ખેડૂત જેટલું ઉગ્યું તે બધું લઇને જીરૂ વેચવા દોડે. આવું વર્ષોથી થાય છે પણ જીરૂના ખેડૂતોએ આ વર્ષે હિંમત રાખવી પડશે. જીરૂના ભાવ ઘટશે પણ જેટલું ઉગાડયું હોય તેનું માત્ર 15થી 20 ટકાથી માંડીને વધુમાં વધુ 25થી 30 ટકા જરૂર વેચજો. ચાલુ વર્ષે જેને જીરૂ વેચ્યું નહીં અને સાચવી રાખ્યું તેને સારા ભાવ મળ્યા પણ નવી સીઝનમાં આવું નહી થાય.

ચાલુ વર્ષે જીરૂના પાક પર માર્ચ મહિનામાં રાજસ્થાનમાં માવઠા પડયા અને જીરૂના પાક સાવ ધોવાઇ ગયો એટલે ખેડૂતોને જીરૂના આટલા ઊંચા ભાવ મળ્યા છે જો નવી સીઝનમાં જીરૂનો પાક બગડશે તો જ ખેડૂતોને જીરૂના આટલા ઊચા ભાવ મળશે પણ કુદરત શું કરશે? તે કોઇને ખબર હોતી નથી આથી નવી સીઝનમાં પણ જીરૂ સાચવી રાખશો તો ભાવ મણના 10,000થી 12,000 રૂપિયા મળશે તેવું માનીને જીરૂ વેચશો નહીં તો પસ્તાવાનો વારો આવશે. ન કરે નારાયણ ને વાતાવરણ સારૂ રહે અને જીરૂ મબલખ પાકે તો પાણીના ભાવે જીરૂ વેચવાનો વખત આવી શકે છે.

આ પણ વાંચો: ખેડુતો માટે રાહતના સમાચાર; ચોમાસું થશે ફરી સક્રિય, આ તારીખથી ગુજરાત જળબંબાકાર

જીરુંના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04/09/2023, સોમવારના રોજ બોટાદ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 11575થી રૂ. 11580 સુધીના બોલાયા હતા. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 11000થી રૂ. 10701 સુધીના બોલાયા હતા. તેમજ માંડલના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 9601થી રૂ. 10701 સુધીના બોલાયા હતા.

ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 9100થી રૂ. 12500 સુધીના બોલાયા હતા. જ્યારે હારીજ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10800થી રૂ. 12300 સુધીના બોલાયા હતા. તેમજ રાધનપુરના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10600થી રૂ. 11951 સુધીના બોલાયા હતા. વાવ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 8700થી રૂ. 11651 સુધીના બોલાયા હતા. જ્યારે વારાહી માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10800થી રૂ. 11701 સુધીના બોલાયા હતા.

જીરુંના બજાર ભાવ:

તા. 04/09/2023, સોમવારના જીરુંના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
બોટાદ 11575 11580
સાવરકુંડલા 11000 11101
માંડલ 9601 10701
ઉંઝા 9100 12500
હારીજ 10800 12300
રાધનપુર 10600 11951
વાવ 8700 11651
વારાહી 10800 11701

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment