મગફળીની બજારમાં આવકો શુક્રવારે સારી થઈ હતી, પંરતુ ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ હતો. વેપારીઓ કહે છે કે મગફળીની આવકો હવે વધવાની સંભાવનાં નથી અને તબક્કાવાર આવકોમાં ઘટાડો જોવા મળશે. ગોંડલમાં 1.75 લાખ બોરી અને ડીસામાં 70 હજાર બોરીની આવક થઈ હતી, જેમાં પણ હવે ઘટાડો થવાની સંભાવનાં છે.
મગફળીનાં વેપારીઓ કહે છે કે મગફળીની વેચવાલી ઓછી છે અને ખેડૂતો પણ નીચા ભાવથી વેચાણ કરવા માટે તૈયાર નથી. સરકારી ખરીદીમા આ વર્ષે ખાસ રસ નથી. ચૂંટણીનું વર્ષ છે, પંરતુ સરકારને આ વર્ષે તેનો કોઈ ફાયદો મળી શેક તેમ નથી કારણ કે ખુલ્લા બજારમાં જ મગફળીના ભાવ ઊંચા ક્વોટ થઈ રહ્યા છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 04/11/2022 ને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 25717 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 830થી 1331 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13052 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1382 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 04/11/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 70495 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1121થી 1510 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 24300 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1700 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/11/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1771 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1905 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 04/11/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1050 | 1325 |
| અમરેલી | 930 | 1270 |
| કોડીનાર | 1020 | 1231 |
| સાવરકુંડલા | 1191 | 1341 |
| જેતપુર | 941 | 1296 |
| પોરબંદર | 1100 | 1210 |
| વિસાવદર | 893 | 1771 |
| ગોંડલ | 830 | 1331 |
| કાલાવડ | 1050 | 1262 |
| જુનાગઢ | 1050 | 1284 |
| જામજોધપુર | 1000 | 1280 |
| ભાવનગર | 1130 | 1266 |
| માણાવદર | 1275 | 1276 |
| હળવદ | 1050 | 1382 |
| જામનગર | 1000 | 1245 |
| ભેસાણ | 900 | 1190 |
| ધ્રોલ | 1050 | 1250 |
| સલાલ | 1100 | 1310 |
| દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 04/11/2022 શુક્રવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1070 | 1270 |
| અમરેલી | 950 | 1365 |
| કોડીનાર | 1100 | 1270 |
| સાવરકુંડલા | 1180 | 1320 |
| જસદણ | 1050 | 1305 |
| ગોંડલ | 920 | 1331 |
| કાલાવડ | 1150 | 1310 |
| જુનાગઢ | 1100 | 1692 |
| જામજોધપુર | 1000 | 1350 |
| ઉપલેટા | 1150 | 1206 |
| ધોરાજી | 921 | 1201 |
| વાંકાનેર | 900 | 1424 |
| જેતપુર | 950 | 1626 |
| ભાવનગર | 1111 | 1700 |
| રાજુલા | 1000 | 1220 |
| મોરબી | 970 | 1414 |
| જામનગર | 1100 | 1905 |
| બાબરા | 1126 | 1264 |
| બોટાદ | 1000 | 1235 |
| ભચાઉ | 1350 | 1387 |
| ધારી | 800 | 1211 |
| ખંભાળિયા | 1000 | 1425 |
| પાલીતાણા | 1195 | 1215 |
| લાલપુર | 1010 | 1193 |
| ધ્રોલ | 1060 | 1260 |
| હિંમતનગર | 1100 | 1700 |
| પાલનપુર | 1125 | 1500 |
| તલોદ | 1050 | 1510 |
| મોડાસા | 1000 | 1496 |
| ડિસા | 1121 | 1510 |
| ટિંટોઇ | 1001 | 1380 |
| ઇડર | 1200 | 1512 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1050 | 1302 |
| થરા | 1100 | 1311 |
| દીયોદર | 1100 | 1280 |
| વીસનગર | 1051 | 1152 |
| માણસા | 1080 | 1301 |
| વડગામ | 1180 | 1302 |
| શિહોરી | 1092 | 1315 |
| ઇકબાલગઢ | 1188 | 1459 |
| સતલાસણા | 1100 | 1335 |
| લાખાણી | 1670 | 1751 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










