નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1905, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં આવકો શુક્રવારે સારી થઈ હતી, પંરતુ ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ હતો. વેપારીઓ કહે છે કે મગફળીની આવકો હવે વધવાની સંભાવનાં નથી અને તબક્કાવાર આવકોમાં ઘટાડો જોવા મળશે. ગોંડલમાં 1.75 લાખ બોરી અને ડીસામાં 70 હજાર બોરીની આવક થઈ હતી, જેમાં પણ હવે ઘટાડો થવાની સંભાવનાં છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે મગફળીની વેચવાલી ઓછી છે અને ખેડૂતો પણ નીચા ભાવથી વેચાણ કરવા માટે તૈયાર નથી. સરકારી ખરીદીમા આ વર્ષે ખાસ રસ નથી. ચૂંટણીનું વર્ષ છે, પંરતુ સરકારને આ વર્ષે તેનો કોઈ ફાયદો મળી શેક તેમ નથી કારણ કે ખુલ્લા બજારમાં જ મગફળીના ભાવ ઊંચા ક્વોટ થઈ રહ્યા છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 04/11/2022 ને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 25717 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 830થી 1331 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13052 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1382 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 04/11/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 70495 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1121થી 1510 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 24300 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1700 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/11/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1771 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1905 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 04/11/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1325
અમરેલી 930 1270
કોડીનાર 1020 1231
સાવરકુંડલા 1191 1341
જેતપુર 941 1296
પોરબંદર 1100 1210
વિસાવદર 893 1771
ગોંડલ 830 1331
કાલાવડ 1050 1262
જુનાગઢ 1050 1284
જામજોધપુર 1000 1280
ભાવનગર 1130 1266
માણાવદર 1275 1276
હળવદ 1050 1382
જામનગર 1000 1245
ભેસાણ 900 1190
ધ્રોલ 1050 1250
સલાલ 1100 1310
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 04/11/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1270
અમરેલી 950 1365
કોડીનાર 1100 1270
સાવરકુંડલા 1180 1320
જસદણ 1050 1305
ગોંડલ 920 1331
કાલાવડ 1150 1310
જુનાગઢ 1100 1692
જામજોધપુર 1000 1350
ઉપલેટા 1150 1206
ધોરાજી 921 1201
વાંકાનેર 900 1424
જેતપુર 950 1626
ભાવનગર 1111 1700
રાજુલા 1000 1220
મોરબી 970 1414
જામનગર 1100 1905
બાબરા 1126 1264
બોટાદ 1000 1235
ભચાઉ 1350 1387
ધારી 800 1211
ખંભાળિયા 1000 1425
પાલીતાણા 1195 1215
લાલપુર 1010 1193
ધ્રોલ 1060 1260
હિંમતનગર 1100 1700
પાલનપુર 1125 1500
તલોદ 1050 1510
મોડાસા 1000 1496
ડિસા 1121 1510
ટિંટોઇ 1001 1380
ઇડર 1200 1512
ધનસૂરા 1000 1200
ધાનેરા 1050 1302
થરા 1100 1311
દીયોદર 1100 1280
વીસનગર 1051 1152
માણસા 1080 1301
વડગામ 1180 1302
શિહોરી 1092 1315
ઇકબાલગઢ 1188 1459
સતલાસણા 1100 1335
લાખાણી 1670 1751

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment