નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1931, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની આવકો ઘટવા લાગી છે, પરંતુ સામે ઘરાકી પણ નથી. સીંગદાણાના ભાવમાં ટને રૂ. 500થી 1000 અને સીંગતેલમાં ઘરાકી ન હોવાથી ઊંચા ભાવથી ઓઈલ મિલોની મગફળીમાં ખાસ લેવાલી દેખાતી નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. મગફળીનાં ભાવ ગોંડલમાં મણે રૂ. 10થી 15 ઘટ્યાં હતાં. સારી ક્વોલિટીની મગફળીની આવક ઓછી છે, પરંતુ સામે ઊંચા ભાવથી કોઈ લેવાલ નથી.

મગફળીનાં વેપારીએ કહે છે કે મગફળીનાં ભાવ આગામી થોડા દિવસ નીચી સપાટી પર અથડાયા કરશે. હાલમાં વેચવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસમાં વેચવાલી ઘટવાની ધારણાં છે. મગફળીનો પાક એકદમ ઓછો છે, પંરતુ સામે બીજી તરફ તેલમાં ઘરાકી નથી અને ખાદ્યતેલની બજારો ઘટતી જાય છે પરિણામે પિલાણ ક્વોલિટીની મગફળીના ભાવ હજી નીચા આવી જાય તેવી ધારણાં છે. લગ્નગાળાની સિઝન પૂરી થયા બાદ મગફળીમાં ગામડે બેઠા ખેડૂતોની વેચવાલી ઉપર પણ નજર છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/12/2022 ને સોમવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 15931 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 820થી 1306 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3421 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1120થી 1350 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/12/2022 ને સોમવારના રોજ જસદણ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1075થી 1310 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8403 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 915થી 1341 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/12/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1931 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 05/12/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1060 1289
અમરેલી 900 1309
કોડીનાર 1100 1230
સાવરકુંડલા 1100 1315
જેતપુર 961 1331
પોરબંદર 1075 1225
વિસાવદર 863 1301
મહુવા 1128 1450
ગોંડલ 820 1306
કાલાવડ 1050 1250
જુનાગઢ 1000 1276
જામજોધપુર 1000 1270
ભાવનગર 1160 1270
માણાવદર 1300 1301
તળાજા 1052 1294
હળવદ 1120 1350
જામનગર 900 1260
ભેસાણ 900 1264

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 05/12/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1080 1255
અમરેલી 920 1228
કોડીનાર 1140 1360
સાવરકુંડલા 1025 1251
જસદણ 1075 1310
મહુવા 1122 1362
ગોંડલ 915 1341
કાલાવડ 1150 1262
જુનાગઢ 900 1203
જામજોધપુર 1000 1180
ઉપલેટા 1050 1246
ધોરાજી 900 1221
વાંકાનેર 900 1364
જેતપુર 901 1286
તળાજા 1280 1903
ભાવનગર 1150 1931
રાજુલા 1061 1191
મોરબી 900 1390
જામનગર 1000 1815
બાબરા 1132 1252
બોટાદ 1000 1215
ધારી 900 1181
ખંભાળિયા 900 1278
પાલીતાણા 1144 1201
લાલપુર 1000 1250

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment