નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1835, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સંજોગોમાં મગફળીની આવકો ઓછી છે અને જે આવી રહી છે તેમાં સારી ક્વોલિટીની મગફળીની આવકો ઓછી હોવાથી તેનાં ભાવમાં મણે રૂ.10થી 15નો સુધારો થયો હતો, જ્યારે નબળા માલનાં ભાવ સ્ટેબલ રહ્યાં હતાં.

મગફળીનાં અગ્રણી બ્રોકરો કહે છે કે, હવે તમામ સેન્ટરમાં આવકો ઓછી થાય છેઅને આગામી એક સપ્તાહમાં જો આવકો વધવાની હશે તો વધી જશે, નહીંતર પાક ઓછો છે એવું માનીને તેજીવાળા સારી ક્વોલિટીની મગફળી એકઠી કરતા જશે. સ્ટોકિસ્ટો પણ નીચા ભાવથી વેચાણ કરવા નહીં આવે, પરિણામે મગફળીમાં બજારો વધુ ઘટશે નહીં, પરંતુ જો માલ આવશે તો બજારો ઘટશે. હાલ સાઉથનાં માલની આવકો પણ શરૂ થઈ હોવાથી તેની સેન્ટીમેન્ટલી અસર થઈ શકે છે. આગામી દિવસોમાં સીંગતેલની બજાર ઉપર મોટો આધાર રહેલો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 08/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 14049 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 830થી 1331 સુધીના બોલાયા હતાં. જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6100 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1225 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 08/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 4394 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ.  925થી 1351 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 9165 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1700 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 08/12/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1400 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1835 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 08/12/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1060 1310
અમરેલી 850 1251
કોડીનાર 1135 1318
સાવરકુંડલા 1135 1311
જેતપુર 931 1231
પોરબંદર 1000 1210
વિસાવદર 854 1266
મહુવા 1168 1362
ગોંડલ 830 1331
કાલાવડ 1050 1325
ભાવનગર 1250 1289
તળાજા 1080 1310
હળવદ 1025 1400
જામનગર 900 1225
ખેડબ્રહ્મા 1100 1100

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 08/12/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1230
અમરેલી 1010 1222
સાવરકુંડલા 1090 1218
મહુવા 1000 1319
ગોંડલ 925 1351
કાલાવડ 1100 1275
ઉપલેટા 1000 1233
ધોરાજી 926 1221
વાંકાનેર 1000 1406
તળાજા 1200 1825
ભાવનગર 1100 1835
રાજુલા 1125 1210
મોરબી 950 1422
જામનગર 1000 1585
બાબરા 1127 1255
માણાવદર 1305 1306
બોટાદ 1000 1150
ભેસાણ 900 1150
ધારી 1130 1205
ખંભાળિયા 1119 1120
પાલીતાણા 1150 1415
લાલપુર 1045 1150
ધ્રોલ 902 1251
હિંમતનગર 1100 1700
મોડાસા 1000 1500
ઇડર 1230 1689
વીસનગર 1090 1161
માણસા 1200 1202
કપડવંજ 900 1200

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment