મગફળીની બજારમાં વેચવાલી ઘટી ગઈ છે. ગોંડલમાં હવે પેન્ડિંગ માલો પડ્યાં નથી અને સરેરાશ ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. સીંગદાણાનાં ભાવમાં ઘરાકી હોવાથી તેમાં ટને રૂ. 500થી 1000 વધ્યાં હતાં, જેની અસરે પણ મગફળીની બજારો પણ ટકી રહી છે. સીંગતેલમાં ખાસ દમ નથી,પરંતુ મગફળીની બજારો હાલ ઘટી જાય તેવા પણ સંજોગો નથી.
મગફળીનાં વેપારીઓ કહે છે કે, બજારનો ટોન મિશ્ર છે. બજારમાં જેવી ક્વોલિટી આવે છે તેવી મુવમેન્ટ જોવા મળે છે, બજારમાં ખાસ કોઈ મોટો વધારો થાય કે મોટી મંદી થાય તેવા સંજોગો નથી. આવકો ઘટ રહી છે, પરંતુ સામે જોઈએ એવી માંગ પણ જોવા મળતી નથી, પરિણામે બજારને ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે..
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 09/12/2022 ને શુક્રવારના રોજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 2657 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1338 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 5300 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 850થી 1270 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 09/12/2022 ને શુક્રવારના રોજ બાબરા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 3429 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1133થી 1251 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 11110 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1680 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 09/12/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1460 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1950 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 09/12/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1070 | 1315 |
અમરેલી | 900 | 1280 |
સાવરકુંડલા | 1110 | 1300 |
જેતપુર | 971 | 1321 |
પોરબંદર | 1035 | 1235 |
વિસાવદર | 875 | 1286 |
મહુવા | 1142 | 1376 |
કાલાવડ | 1100 | 1300 |
જુનાગઢ | 1050 | 1338 |
જામજોધપુર | 850 | 1270 |
ભાવનગર | 1211 | 1302 |
માણાવદર | 1305 | 1306 |
તળાજા | 945 | 1310 |
હળવદ | 1001 | 1312 |
જામનગર | 900 | 1200 |
સલાલ | 1150 | 1460 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 09/12/2022 શુક્રવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1090 | 1230 |
અમરેલી | 900 | 1200 |
કોડીનાર | 1125 | 1326 |
સાવરકુંડલા | 1070 | 1211 |
મહુવા | 890 | 1289 |
કાલાવડ | 1030 | 1320 |
જુનાગઢ | 950 | 1210 |
જામજોધપુર | 900 | 1250 |
ઉપલેટા | 1015 | 1225 |
ધોરાજી | 811 | 1221 |
વાંકાનેર | 900 | 1240 |
જેતપુર | 951 | 1260 |
તળાજા | 1240 | 1800 |
ભાવનગર | 126 | 1950 |
રાજુલા | 1100 | 1230 |
મોરબી | 900 | 1412 |
જામનગર | 1000 | 1500 |
બાબરા | 1133 | 1251 |
બોટાદ | 1000 | 1155 |
ભેસાણ | 800 | 1180 |
ભચાઉ | 1150 | 1200 |
ધારી | 1080 | 1175 |
ખંભાળિયા | 950 | 1251 |
પાલીતાણા | 1075 | 1385 |
લાલપુર | 1140 | 1141 |
ધ્રોલ | 940 | 1252 |
હિંમતનગર | 1100 | 1680 |
પાલનપુર | 1121 | 1451 |
મોડાસા | 1000 | 1300 |
ડિસા | 1151 | 1325 |
ઇડર | 1240 | 1679 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1150 | 1314 |
ભીલડી | 1150 | 1300 |
થરા | 1175 | 1293 |
વીસનગર | 1100 | 1211 |
વડગામ | 1198 | 1285 |
કપડવંજ | 900 | 1200 |
શિહોરી | 1135 | 1215 |
ઇકબાલગઢ | 1130 | 1280 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.