નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1700, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

ગુજરાતમાં મગફળીની આવકો સતત ઘટી રહી છે. કર્ણાટકમાં નવી મગફળીની આવકો સારી છે, પરંતુ તેની ગુજરાતની બજારમાં હાલ કોઈ ખાસ અસર થતી નથી. વળી સીંગદાણામાં સાઉથથી વેપારો થાય છે, પરંતુ અહીં લોકલ ઘરાકી સારી હોવાથી સીંગદાણાનો મોટો સપોર્ટ મળી રહ્યો છે. પિલાણ ક્વોલિટીની મગફળીની બજારમાં જો સીંગતેલનાં ભાવ વધશે તો જ સુધારો જોવા મળશે, એ સિવાય સુધારો દેખાતો નથી.

મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં બજારો અથડાયા કરશે. ગુજરાતમાં મગફળીની આવકો એકદમ ઓછી છે અને હવે તેમાં વધારો થાય તેવી ધારણાં નથી. સ્ટોકિસ્ટો પાસે હજી માલ પડ્યો છે, પંરતુ તેઓ નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી. આગામી દિવસોમાં સીંગતેલની બજારો સુધરશે તો મગફળીનાં ઊંચા ભાવની આશાએ સ્ટોકિસ્ટોની વેચવાલી આવતી નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 16/12/2022 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13486 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 820થી 1311 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1330 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 16/12/2022 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8057 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 925થી 1351 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 15345 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1670 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 16/12/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ પોરબંદર માર્કેટ યાર્ડમાં રૂ. 1470 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ થરા માર્કેટ યાર્ડમાં રૂ. 1700 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 16/12/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1365
અમરેલી 800 1318
કોડીનાર 1135 1295
સાવરકુંડલા 1205 1311
જેતપુર 971 1336
પોરબંદર 1300 1470
વિસાવદર 893 1321
મહુવા 1386 1387
ગોંડલ 820 1331
કાલાવડ 1050 1331
જુનાગઢ 980 1348
જામજોધપુર 900 1330
ભાવનગર 251 1315
માણાવદર 1330 1335
તળાજા 1050 1340
હળવદ 1050 1368
જામનગર 1100 1255
ભેસાણ 800 1256
ખેડબ્રહ્મા 1135 1135
સલાલ 1100 1415
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 16/12/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1090 1340
અમરેલી 1075 1228
કોડીનાર 1145 1400
સાવરકુંડલા 1100 1224
જસદણ 1100 1311
મહુવા 1176 1363
ગોંડલ 925 1351
કાલાવડ 1150 1279
જુનાગઢ 1000 1261
જામજોધપુર 950 1230
ઉપલેટા 1035 1331
ધોરાજી 850 1226
વાંકાનેર 900 1467
જેતપુર 961 1271
તળાજા 1250 1445
ભાવનગર 1500 1646
મોરબી 951 1445
જામનગર 1150 1400
પોરબંદર 1005 1270
બાબરા 1136 1274
બોટાદ 1000 1230
ભચાઉ 1280 1285
ધારી 800 1201
ખંભાળિયા 900 1361
પાલીતાણા 1121 1255
લાલપુર 1129 1160
ધ્રોલ 1000 1297
હિંમતનગર 1100 1670
પાલનપુર 1200 1390
તલોદ 900 1655
મોડાસા 1000 1540
ડિસા 1200 1353
ટિંટોઇ 1010 1430
ઇડર 1250 1700
ધનસૂરા 1000 1200
ધાનેરા 1225 1365
ભીલડી 1231 1351
થરા 1208 1296
દીયોદર 1100 1260
માણસા 1300 1345
વડગામ 1200 1201
કપડવંજ 900 1200
ઇકબાલગઢ 1021 1151
સતલાસણા 1176 1208

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment