નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1840, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની રાજકોટ અને ગોંડલમાં આજે એક-એક લાખ ગુણી ઉપરની આવક હતી, પંરતુ ઓલઓવર અત્યારે ભર સિઝને આવકો ઓછી છે, જે બતાવે છે કે મગફળીનો પાક ઓછો છે. સીંગદાણાનાં કારખાનેદારને મગફળી મળતી ન હોવાથી તેઓ રાજસ્થાન તરફ વળ્યા છે અને રાજસ્થાનથી દૈનિક ધોરણે સારા વેપારો થઈ રહ્યાં છે. રાજસ્થાનની મગફળીમાં સૌરાષ્ટ્ર પહોંચમાં રૂ.65થી 68 પ્રતિ કિલોનાં ભાવથી વેપારો થાય છે, જે મુજબ મણનાં ભાવ રૂ.1300થી 1360 વચ્ચે થાય છે.

રાજસ્થાનની મગફળીનાં વેપારો આગામી દિવસોમાં વધે તેવી પણ સંભાવનાં રહેલી છે. ગુજરાતમાં મગફળીની આવકો હવે ઘટવા લાગી છે. ડીસામાં પણ આવકો ઘટીને 35 હજાર ગુણીની અંદર આવી ગઈ છે. આગામી દિવસોમાં હવે દિવસે-દિવસે આવકો ઘટતી જશે. બીજી તરફ ચૂટણી હોવાથી આંગડીયા બંધ હોવાથી રોકડનાં વ્યવહારો ઠપ્પ થઈ ગયા હોવાથી પણ વેપારો અત્યારે ધીમા જોવા મળી રહ્યાં છે. હવે ડિસેમ્બરમા જ ચૂંટણી પૂરી થયા બાદ વેપારો નીકળે તેવી ધારણાં છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 17/11/2022 ને ગુરુવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 22037 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 830થી 1326 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1250 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 17/11/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 26896 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1151થી 1450 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 24041 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1521 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 17/11/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1476 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1840 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 17/11/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1090 1366
અમરેલી 1000 1252
કોડીનાર 1092 1227
સાવરકુંડલા 110 1281
જેતપુર 910 1301
પોરબંદર 1130 1220
વિસાવદર 964 1476
મહુવા 1271 1431
ગોંડલ 830 1326
કાલાવડ 1050 1268
જુનાગઢ 950 1318
જામજોધપુર 1000 1250
ભાવનગર 1160 1244
માણાવદર 1315 1320
તળાજા 1050 1270
જામનગર 900 1250
ભેસાણ 900 1280
ધ્રોલ 1060 1225
સલાલ 1200 1400
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 17/11/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1258
અમરેલી 1101 1371
કોડીનાર 1115 1335
સાવરકુંડલા 1110 1423
જસદણ 1050 1301
મહુવા 1042 1309
ગોંડલ 940 1291
કાલાવડ 1100 1175
જુનાગઢ 1000 1546
જામજોધપુર 1000 1200
ઉપલેટા 1040 1224
ધોરાજી 951 1261
વાંકાનેર 900 1445
જેતપુર 950 1401
તળાજા 1250 1460
ભાવનગર 1100 1725
રાજુલા 990 1238
મોરબી 1050 1380
જામનગર 1000 1840
બાબરા 1139 1251
બોટાદ 1000 1190
ભચાઉ 1273 1369
ધારી 1060 1255
ખંભાળિયા 1000 1275
પાલીતાણા 1150 1220
લાલપુર 1000 1171
ધ્રોલ 1040 1262
હિંમતનગર 1100 1750
પાલનપુર 1100 1521
તલોદ 1050 1711
મોડાસા 1050 1515
ડિસા 1151 1450
ટિંટોઇ 1001 1380
ઇડર 1250 1825
ધનસૂરા 1000 1200
ધાનેરા 1140 1363
થરા 1190 1293
દીયોદર 1100 1341
વીસનગર 1157 1305
માણસા 1151 1261
વડગામ 1151 1321
શિહોરી 1170 1335
ઇકબાલગઢ 1150 1439
સતલાસણા 1150 1390
લાખાણી 1150 1353

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment