નવી મગફળીની આવકો સમગ્ર ગુજરાતમાં ધારણાંથી વધુ સોમવારે આવી ગઈ હતી. એકલા ગોંડલમા જ એક લાખ ગુણીની આવક થઈ હતી, જોકે વેપારો પૂરતા ન થયા હોવાથી બજારમાં નરમાઈનો ટોન હતો.
મગફળીનાં વેપારીઓ કહે છે કે, સૌરાષ્ટ્રનાં અમુક ગામડામાં ફરી વરસાદ ચાલુ થયો છે જો હજી પણ બે-ચાર દિવસ વરસાદ આવશે તો મગફળીની આવકોને બ્રેક લાગી શકે છે. પરિણામે સારા માલનાં ભાવમાં બહુ ઘટાડો થયો નહોંતો, વળી હજે આવકો થઈ રહી છે, તેમાં પણ સુકા માલ બહુ ઓછા આવે છે, પરિણામે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 26/09/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 975થી 1295 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 28503 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1346 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 26/09/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 10000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 950થી 1360 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7820 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1710 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 26/09/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1464 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1710 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 26/09/2022 સોમવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 975 | 1295 |
અમરેલી | 801 | 1271 |
કોડીનાર | 711 | 1138 |
સાવરકુંડલા | 901 | 1312 |
જેતપુર | 841 | 1271 |
પોરબંદર | 1050 | 1100 |
વિસાવદર | 875 | 1381 |
મહુવા | 969 | 1290 |
ગોંડલ | 900 | 1346 |
જુનાગઢ | 850 | 1255 |
જામજોધપુર | 900 | 1900 |
ભાવનગર | 860 | 1291 |
માણાવદર | 1450 | 1451 |
તળાજા | 950 | 1111 |
હળવદ | 1000 | 1464 |
જામનગર | 1000 | 1200 |
ભેસાણ | 800 | 1128 |
દાહોદ | 1100 | 1240 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 26/09/2022 સોમવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1025 | 1325 |
અમરેલી | 1000 | 1242 |
કોડીનાર | 811 | 1322 |
સાવરકુંડલા | 888 | 1161 |
જસદણ | 825 | 1265 |
મહુવા | 861 | 1240 |
ગોંડલ | 980 | 1366 |
જુનાગઢ | 950 | 1108 |
જામજોધપુર | 900 | 1300 |
ઉપલેટા | 890 | 1200 |
ધોરાજી | 806 | 1111 |
વાંકાનેર | 1000 | 1255 |
જેતપુર | 771 | 1301 |
તળાજા | 815 | 1017 |
મોરબી | 855 | 1195 |
જામનગર | 1050 | 1215 |
બાબરા | 945 | 1095 |
ધારી | 1030 | 1201 |
ખંભાળિયા | 900 | 1225 |
હિંમતનગર | 1200 | 1710 |
પાલનપુર | 1100 | 1401 |
તલોદ | 1351 | 1511 |
મોડાસા | 1185 | 1342 |
ડિસા | 1061 | 1432 |
ઇડર | 1100 | 1613 |
દીયોદર | 1050 | 1211 |
શિહોરી | 1030 | 1115 |
સતલાસણા | 1169 | 1170 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.