મગફળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં બજારો ઠંડા હતા, પરંતુ દાણાની બજારો સારી હોવાથી સરેરાશ મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં બજારમા વેચવાલી એકદમ ઓછી છે, જેને પગલે બજારમાં જો માંગ વધે તો સરેરાશ સુધારાની સંભાવનાં છે.
મગફળીનાં બ્રોકરો કહે છે કે, સારી મગફળીની આવકો ઓછી છે અને તેમાં માંગ છે. સીંગદાણામાં જાવા-ટીજે ક્વોલિટીનાં ભાવ ટને રૂ. 2000 જેવા વધ્યાં હોવાથી મગફળીની બજારને ટેકો મળી રહ્યો છે. હાલ પિલાણ ક્વોલિટીના ભાવ સ્ટેબલ છે. અમુક સેન્ટરોમાં મણે રૂ. 10 સુધર્યાં પણ હતાં. આગામી દિવસોમાં જો સીંગતેલમાં પણ વેપારો આવશે તો બજારમાં સરેરાશ સુધારાની ધારણાં દેખાય રહી છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/12/2022 ને બુધવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 16449 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1361 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1400 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/12/2022 ને બુધવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8577 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1341 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6750 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1719 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/12/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1550 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1719 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 28/12/2022 બુધવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1140 | 1418 |
અમરેલી | 930 | 1351 |
કોડીનાર | 1150 | 1370 |
સાવરકુંડલા | 1140 | 1401 |
જેતપુર | 961 | 1351 |
પોરબંદર | 1035 | 1350 |
વિસાવદર | 952 | 1356 |
મહુવા | 1222 | 1427 |
ગોંડલ | 800 | 1361 |
કાલાવડ | 1050 | 1436 |
જુનાગઢ | 990 | 1338 |
જામજોધપુર | 900 | 1400 |
ભાવનગર | 1239 | 1351 |
માણાવદર | 1375 | 1376 |
તળાજા | 1150 | 1350 |
હળવદ | 1070 | 1360 |
જામનગર | 900 | 1350 |
ભેસાણ | 800 | 1274 |
ખેડબ્રહ્મા | 1110 | 1110 |
સલાલ | 1200 | 1550 |
દાહોદ | 1180 | 1220 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 28/12/2022 બુધવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1120 | 1290 |
અમરેલી | 890 | 1251 |
કોડીનાર | 1132 | 1285 |
સાવરકુંડલા | 1025 | 1301 |
જસદણ | 1100 | 1325 |
મહુવા | 976 | 1378 |
ગોંડલ | 920 | 1341 |
કાલાવડ | 1150 | 1225 |
જુનાગઢ | 1000 | 1265 |
જામજોધપુર | 900 | 1300 |
ઉપલેટા | 1150 | 1300 |
ધોરાજી | 911 | 1246 |
વાંકાનેર | 750 | 1500 |
જેતપુર | 925 | 1281 |
તળાજા | 1290 | 1511 |
ભાવનગર | 1120 | 1614 |
રાજુલા | 1100 | 1336 |
મોરબી | 970 | 1502 |
જામનગર | 1000 | 1300 |
બાબરા | 1138 | 1310 |
બોટાદ | 1000 | 1350 |
ધારી | 1200 | 1314 |
ખંભાળિયા | 900 | 1410 |
પાલીતાણા | 1180 | 1221 |
લાલપુર | 1171 | 1191 |
ધ્રોલ | 1000 | 1326 |
હિંમતનગર | 1100 | 1719 |
પાલનપુર | 1271 | 1403 |
તલોદ | 1085 | 1475 |
મોડાસા | 982 | 1552 |
ડિસા | 1231 | 1384 |
ટિંટોઇ | 1050 | 1420 |
ઇડર | 1230 | 1596 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1287 | 1288 |
ભીલડી | 1250 | 1315 |
થરા | 1250 | 1345 |
દીયોદર | 1100 | 1300 |
માણસા | 1325 | 1326 |
વડગામ | 1201 | 1310 |
કપડવંજ | 1100 | 1300 |
ઇકબાલગઢ | 1146 | 1436 |
સતલાસણા | 1140 | 1266 |
લાખાણી | 1280 | 1281 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.