આજે મગફળીમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો; હવે ભાવ વધશે કે ઘટશે? જાણો આજના (તા. 23/02/2023 ના) મગફળીના બજાર ભાવ

મગફળી અને સીંગદાણાની બજારમાં નરમાઈનો ટોન હતો. ખાસ કરીને બીટી 32 કાદરી ક્વોલિટીની મગફળીનાં ભાવમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં ભાવ હજી પણ નીચા જાય તેવી ધારણા છે.

જૂનાગઢનાં તિરૂપતિ એગ્રો એક્સપોર્ટનાં અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે, આગામી ખરીફ સિઝન માટે માર્ચ મહિનાથી બિયારણની ઘરાકી શરૂ થવાની હોવાથી સ્ટોકિસ્ટો પાસે હજી પણ 15થી 20 ટકા મગફળીનો સ્ટોક પડ્યો છે. ખેડતો પાસે પણ હજી 15થી 20 ટકા સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે.

ઉનાળુ વાવેતરની બિયારણની ખરીદી પૂરી થઈ ગઈ છે. હજી 10-15 દિવસ છૂટી છવાઈ ઘરાકી જોવા મળી શકે છે. આ વર્ષે વાવેતરમાં 25 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. ખેડૂતોને તલનું આકર્ષણ વધારે હોવાથી ખેડૂતો તલ તરફ વધારે વળશે.

ગોંડલમાં 15 હજાર બોરીની આવક હતી અને 15 હજાર ગુણીનાં વેપારો હતાં. જી- 20 મગફળીમાં રૂ. 1250થી 1515, બીટી 32નો ભાવ રૂ. 1250થી 1471, 39 નંબરમાં રૂ. 1200થી 1400, 24 નંબરમાં રૂ. 1450 સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં 11000 ગુણીની આવક હતી 3500 ગુણી પેન્ડિંગ પડી હતી. ભાવ 39 નંબરમાં રૂ. 1250થી 1340, એક એન્ટ્રી રૂ. 1487ની પડી હતી. જી-20માં 1350થી 1475, બીટી 32 કાદરીમા રૂ. 1300થી 1425નાં ભાવ હતાં.

હીંમતનગરમાં 300 બોરીની આવક સામે ભાવ રૂ. 1340થી 1690ના હતાં. ડીસામાં 75 બોરીની આવક હતી અને ભાવ રૂ. 1401નાં હતાં. સીંગદાણાનાં ભાવમાં નરમાઈનો ટોન હતો. કોમર્સિયલમાં તહેવારોની ઘરાકી હાલ ન હોવાથી ભાવમાં ટને રૂ. 500થી 1000નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં બજારો હજી પણ નીચા આવે તેવી સંભાવનાં દેખાય રહી છે.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *