એરંડાના ભાવમાં ઘટાડો યથાવત્; જાણો આજના (તા. 23/02/2023 ના) તમામ બજારમાં એરંડાના બજાર ભાવ

ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને પકવેલા એરંડાને લૂંટવાનું ષડયંત્ર હાલ જોરશોરથી ચાલી રહ્યું છે. એરંડા વાયદા તોડીને પીઠાના ભાવ તોડવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતોમાં મંદીનો ગભરાટ ફેલાય અને ખેડૂતો ઝડપથી એરંડા સસ્તા ભાવે વેચવા માર્કેટમાં આવે.

દર વર્ષે નવી સીઝન ચાલુ થાય ત્યારે ખેડૂતોને લૂંટવાવાળા મેદાનમાં આવી જાય છે અને ખેડૂતોના એરંડા લૂંટીને તેમાંથી દિવેલ બનાવીને વિદેશમાં મોંઘા ભાવે વેચીને તગડી કમાણી કરવામાં આવે છે પણ ખેડૂતોના હાથમાં કંઇ આવતું નથી. હાલ પણ વાયદા તોડીને એરંડા ભાવ સતત ઘટાડવામાં આવી રહ્યા છે.

ગઈ કાલે એરંડાના ભાવ પીઠામાં રૂા. 15થી 20 તૂટયા હતા. ખેડૂતોને એરંડા જ્યારે ખેતરમાં હતા ત્યારે એરંડાના ભાવ રૂા. 1450 હતા પણ જેવા એરંડા ખેતરમાંથી નીકળવા લાગ્યા ત્યારે ભાવ ઘટીને રૂા. 1315થી 1320 થયા છે. બુધવારે એરંડાની આવક પીઠામાં વધીને 55થી 58 હજાર ગુણી અને વખારના કામ સહિત કુલ 75થી 80 હજાર ગુણીના કામકાજ થયા હતા.

ગઈ કાલે પીઠા ઘટીને રૂા. 1315 થી 1325 બોલાયા હતા. જગાણાના શીપર્સના ભાવ સવારે રૂા. 1365 હતા જે ઘટીને રૂા. 1352 થયા હતા. એન. કે. ના સવારે રૂા. 1365 હતા જે ઘટીને રૂા. 1355 થયા હતા તેમજ ગાંધીધામ ખાતે અદાણીના ભાવ સવારે રૂા. 1360 હતા જે ઘટીને રૂા. 1350 હતા. દિવેલ સવારે રૂા. 1395 વાળુ્ં ઘટીને સાંજે રૂા. 1382 થયું હતુ

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *