વર્ષોથી ખેડૂતોની એક જ ફરિયાદ છે કે ખેડૂત કદી બે પાંદડે થતો નથી શું કામ? રાત-દિવસ કાળી મજૂરી કરીને જે પકવ્યું હોઇ તેના સારા ભાવ મેળવતાં હવે ખેડૂતોએ શીખવું પડશે. ખેડૂતો એમ માને છે કે ઘરબેઠા અમને સારા ભાવ મળી જાય. તેવું કદી થવાનું નથી. કહેવત છે કે ‘આપ મુઆ વિના સ્વર્ગ પણ મળતું નથી’ ખેડૂતોએ હવે બજારને સમજવી પડશે. જેવા ખેતરમાં ઉગ્યા અને સારા ભાવ થયા એટલે વેચી દેવાની ટેવ હવે ખેડૂતોએ બદલવી પડશે.
નવા એરંડા કયારે બજારમાં આવશે તે અત્યારે ખેડૂત સિવાય કોઇ સાચુ જાણી શકે તેમ નથી ત્યારે દરેક ખેડૂતને ખબર છે કે હજુ તો એરંડા ખેતરમાં વાવ્યા છે તે પાકીને છ મહિને બજારમાં આવશે તે બધા ખેડૂતને ખબર છે છતાં એરંડા વેચવા માટે ખેડૂતો આટલા ઉતાવળા કેમ થયા છે? ખેડૂતોની ઓછી સમજ અને ઉતાવળને કારણે વર્ષોથી ખેડૂતોને લૂંટતા લૂંટારાઓ શક્તિશાળી બની રહ્યા છે અને ખેડૂતોને લૂંટવા માટે બમણા જોરથી કામે લાગી ગયા છે.
ખેડૂતો પાસેથી સસ્તામાં એરંડા પડાવીને આ એરંડાના બમણા કે ત્રણ ગણા ભાવ મેળવીને કરોડોની કાળી કમાણી કરનારાઓને ખેડૂતો સામે ચાલીને લૂંટવાની તક આપી કહ્યા છે. ખેડૂતો એક જ સીધો સાદો નિયમ અપનાવે તો દરેક ખેડૂત બે પાંદડે સહેલાઇથી થઇ શકે છે જ્યારે એરંડા કે કોઇપણ પાકના ભાવ ઘટતાં હોય ત્યારે દરેક ખેડૂતોએ વેચવાનું બંધ કરી દેવું જોઇએ કારણ કે જેવી આવક ઘટે એટલે ભાવ ઘટતાં અટકીને સુધરે છે. બે-ત્રણ દિવસ ખેડૂતો વેચવાનું બંધ કરશે તો આપોઆપ ભાવ વધવા માંડશે. જ્યારે ભાવ વધે ત્યારે ખેડૂતોએ વેચવું જોઇએ અને ફરી ભાવ ઘટે ત્યારે વેચવાનું બંધ કરી દેવું જોઇએ.
જે ખેડૂતો ઉતાવળા બનીને એરંડા વેચી રહ્યા છે તેને કારણે એરંડા ઉગાડતાં તમામ ખેડૂતોની કમાણી તૂટી રહી છે. એરંડાના ખેડૂતોની પરસેવાની મહેનત પાણીમાં જઇ રહી છે તેના માટે માત્ર ને માત્ર ઉતાવળા ખેડૂતો જ જવાબદાર છે. એરંડામાં ઓછો પાક થયો છે અને વિદેશમાં એરંડિયા તેલની માગ બહુ જ મોટી છે એટલે એરંડાના ભાવ જરૂર વધશે પણ ખેડૂતોની ઉતાવળને કારણે એરંડાના ભાવ ઓકટોબરના વધીને મણના 1600થી 1700 રૂપિયા કે 2000 રૂપિયા થવાના હતા તે હવે ડિસેમ્બર જાન્યુઆરીમાં થશે.
એરંડાના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 27/08/2022 ને શનિવારના રોજ એરંડાનો સૌથી ઉંચો ભાવ હારીજ માર્કેટ યાર્ડમાં રૂ. 1491 સુધીનો બોલાયો હતો.
એરંડાના બજાર ભાવ (Eranda Bajar Bhav):
તા. 27/08/2022 ને શનિવારના એરંડાના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
પોરબંદર | 955 | 956 |
હળવદ | 1430 | 1463 |
ભચાઉ | 1480 | 1481 |
ભુજ | 1450 | 1469 |
દશાડાપાટડી | 1440 | 1445 |
ડિસા | 1470 | 1477 |
ભાભર | 1463 | 1481 |
પાટણ | 1450 | 1484 |
ધાનેરા | 1457 | 1469 |
મહેસાણા | 1471 | 1490 |
વિજાપુર | 1458 | 1490 |
હારીજ | 1475 | 1491 |
માણસા | 1470 | 1482 |
ગોજારીયા | 1466 | 1468 |
કડી | 1475 | 1486 |
વિસનગર | 1437 | 1478 |
પાલનપુર | 1460 | 1477 |
તલોદ | 1463 | 1475 |
દહેગામ | 1430 | 1440 |
દીયોદર | 1467 | 1476 |
કલોલ | 1480 | 1481 |
સિધ્ધપુર | 1450 | 1483 |
હિંમતનગર | 1440 | 1473 |
કુકરવાડા | 1440 | 1477 |
ધનસૂરા | 1450 | 1460 |
ઇડર | 1460 | 1477 |
પાથાવાડ | 1463 | 1466 |
બેચરાજી | 1465 | 1473 |
કપડવંજ | 1380 | 1415 |
વીરમગામ | 1474 | 1479 |
થરાદ | 1450 | 1480 |
સાણંદ | 1459 | 1461 |
રાધનપુર | 1440 | 1475 |
આંબલિયાસણ | 1453 | 1455 |
સતલાસણા | 1430 | 1441 |
ઇકબાલગઢ | 1457 | 1458 |
ઉનાવા | 1452 | 1475 |
લાખાણી | 1460 | 1474 |
પ્રાંતિજ | 1380 | 1420 |
વારાહી | 1415 | 1453 |
જોટાણા | 1465 | 1470 |
ચાણસ્મા | 1465 | 1480 |
દાહોદ | 1380 | 1400 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.