કપાસનાં ભાવ ટકેલા રહ્યાં હતાં. ગુજરાતમાં તમામ પીઠાઓમાં મળીનેકપાસની આવકો 1.77 લાખ મણ જેવી થઈ હતી, જે સોમવારે બે લાખ મણની ઉપર હતી. કપાસનાં ભાવ તાજેતરમાં રૂ. 50 જેવા ઘટી ગયા હોવાથી ખેડૂતોની વેચવાલી અટકી હતી, પંરતુ હવે ભાવ સ્ટેબલ થઈને જો ફરી સુધરશે તો ફરી વેચવાલી વધી શકે છે. બજારનો અન્ડરટોન ઢીલો છે અને ભાવ ગમે ત્યારે નીચા આવશે.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને 75 ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ. 1575થી 1650, મહારાષ્ટ્રનાં રૂ. 1580થી 1625ના હતાં.
કડીમાં મહારાષ્ટ્રની 200 ગાડી અને કાઠીયાવાડની 50 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ. 1580થી 1630 વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ. 1620થી 1680નાં હતાં.
સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક 1.12 લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બાબરામાં રૂ. 1711 પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ. 1000થી 1300નાં હતાં. સરેરાશ ભાવ રૂ. 1600થી 1680 વચ્ચે અથડાય રહ્યાં હતાં.
રાજકોટમાં 14થી 15 હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ. 1660થી 1670, એપ્લસમાં રૂ. 1630 થી 1650, એમાં રૂ. 1600થી 1610, બી ગ્રેડમાં રૂ. 1570થી 1600, સી ગ્રેડમાં રૂ. 1520થી 1560નાં હતાં.
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.