વરસાદનો નવો રાઉન્ડ; આવતી કાલથી વરસાદનું જોર વધશે, કડાકા ભડાકા સાથે ભારે વરસાદ

WhatsApp Group Join Now

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવે આવતી કાલથી વાતાવરણ સુધારા તરફ જશે. પવનની ગતિ મંદ (ધીમી) પડતી જશે અને પવનની દિશાઓમાં પણ અસ્તવ્યસતા જોવા મળશે અને આ સિવાય કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો સારો વરસાદ પણ ચાલુ થશે.

જેમ જેમ દિવસો જશે તેમ વાતાવરણ વધુ સુધરતુ જશે અને છુટા છવાયા વિસ્તારમાં વધારો થતો જશે એટલે કે 3 તારીખે છુટા છવાયા અમુક સીમીત વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હોય તો 4 તારીખે એના કરતાં વધુ વિસ્તારમાં સારો વરસાદ પડશે. તેમજ 5 તારીખે તેના કરતાં પણ વધુ વિસ્તારમાં વરસાદ પડે એ રીતે ક્રમશ વાતાવરણમાં સુધારો થશે અને છુટા છવાયા વરસાદના વિસ્તારમાં વધારો થતો જશે.

પ્રથમ દિવસે ગુજરાત રિજન એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત બાજુ વાતાવરણ સુધરશે એટલે કે ત્યાંના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો સારો વરસાદ પડવાની શક્યતા વધુ રહેશે. આ સાથે જ સૌરાષ્ટ્રના સીમીત વિસ્તારમાં સારા વરસાદની શકયતા રહેશે. આ પછીના દિવસોમાં ઉતરોતર વધારો થતો જશે અને બે ત્રણ દિવસમાં બધી બાજુ છૂટો છવાયો વરસાદ ચાલુ થવા લાગશે.

વરસાદનો આ રાઉન્ડ પૂરો થશે ત્યાં સુધીમાં બધી બાજુ સારો વરસાદ થઈ જાય તેવી શકયતા છે. એક સાથે બધે વરસાદ નહિ પડે પરંતુ દિવસો જતા જતા આગળ પાછળ બધાના વારા આવતા જશે. વેધર મોડેલો અનુસાર લો પ્રેશર ગુજરાત ઉપર પણ આવશે પરંતુ સિસ્ટમ બનવાના અને ચાલવાની તારીખ બાબતે મોડલોમા હજુ ભેદભાવ જોવા મળે છે. એટલે જેમ જેમ સ્પષ્ટતા આવતી જશે તેમ તેમ આગળ અપડેટ પણ જોતા રહેજો.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો આપતાં કહ્યું હતું કે, “આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.” જોકે વેધર મોડેલો મુજબ ઓગસ્ટ મહિનામાં ખુબ સારો વરસાદ થશે તેવું જણાય રહ્યું છે.

ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે જેમાં પરિબળોને આધારે ફેરફારો થઈ શકે છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment