આજે કપાસના ભાવમાં મોટો કડાકો; જાણો આજના (તા. 21/02/2023 ના) કપાસના બજાર ભાવ

WhatsApp Group Join Now

વૈશ્વિક રૂનો વાયદો તુટતા ઘર આંગણે પણ વાયદો તુટી રહ્યો હોવાથી તેની અસર કપાસના ખેડૂતોને થઈ રહી છે અને એક જ સપ્તાહમાં કપાસનાં ભાવમાં મણે રૂ. 50નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં કપાસની બજારમાં ભાવ હજી વધુ ઘટે તેવી ધારણાં છે. ગઈ કાલે કપાસના ભાવમાં રૂ. 10થી 15નો ઘટાડ થયો હતો.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને 60 ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.1 570થી 1630, મહારાષ્ટ્રનાં રૂ. 1580થી 1620ના હતાં.

કડીમાં મહારાષ્ટ્રની 150 ગાડી અને કાઠીયાવાડની 50 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ. 1580થી 1630 વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ. 1620થી 1680નાં હતાં.

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક 1.26 લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂ. 1720 પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ. 1000થી 1300નાં હતાં. સરેરાશ ભાવ રૂ. 1600થી 1700 વચ્ચે અથડાય રહ્યાં હતાં. રાજકોટમાં 14થી 15 હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ. 1660થી 1675, એપ્લસમાં રૂ. 1630થી 1650, એમાં રૂ. 1600થી 1600, બી ગ્રેડમાં રૂ. 1570થી 1600, સી ગ્રેડમાં રૂ. 1520થી 1560નાં હતાં.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment