કપાસનાં ભાવમાં મણે રૂ. 30થી 50નો વધારો હતો. સૌરાષ્ટ્રમાં સરેરાશ નવા કપાસનાં ભાવ સુપર ક્વોલિટીમાં રૂ.1750થી 1800, એવરેજમાં રૂ. 1700થી 1725 અને સી ગ્રેડમાં રૂ.1550થી 1700 હતાં. શરદ પુનમથી જીનોમાં મુહૂર્તના કામકાજો શરૂ થતાં જ કાચા કપાસની માર્કેટમાં વધતી ડિમાન્ડ વચ્ચે ભાવમાં પ્રતિ મણે રૂ. 50ની તેજી જોવા મળી હતી.
ટોચના માર્કેટિંગ મથકોમાં કપાસની આવક વધી બેથી સવા બે લાખ મણે પહોંચી હતી. મહારાષ્ટ્રમાંથી કપાસની 20-25 ગાડીની આવકો નોંધાઇ હતી. હાલ કાઠિયાવાડના કપાસમાં અંદાજે 30-35 ટકા અને મહારાષ્ટ્રના કપાસમાં 65-70 ટકા હવા આવી રહી હોઇ, સારી ક્વોલિટીના કપાસની અછત જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર લાઇનમાં વરસાદને પગલે ગત સપ્તાહે આવકો ખૂબ જ ઓછી હતી, હવે વાતાવરણ પ્રમાણમાં સાનુકુળ બનવા લાગતા ફરી આવકોનો ફ્લો વધ્યો છે.
નિષ્ણાતોના મતે આ વખતે મહારાષ્ટ્રના ઉત્તમ ક્વોલિટીના કપાસની આવકો જામતા સમય લાગે તેવું લાગી રહ્યું છે. હાલ ખાનદેશ અને ધુલિયા લાઇન શરૂ થઇ છે, વિદર્ભ, મરાઠાવાડા સહિતના વિસ્તારોનો કપાસ દિવાળી બાદ આવવાનો શરૂ થશે. અત્યારે વરસાદી માહોલ વચ્ચે વિણાટ નથી થતું, કપાસ ખૂબ જ નબળો હવાવાળો આવે છે. મહારાષ્ટ્રના કપાસમાં આજે ઉત્તર ગુજરાતમાં 5-7 ગાડી સહિત કુલ 20-22 ગાડીના કામકાજે પ્રતિ મણના રૂ. 1600-1700 ના ભાવ બોલાયા હતા.
મહારાષ્ટ્રથી આવતો કપાસ ખપી જતો હોઇ, ક્વોલિટી નબળી હોવા છતાં ડિમાન્ડ વચ્ચે આજે મણે રૂ. 25-30નો સુધારો દેખાયો હતો. 70 ટકા હવાવાળા કપાસમાં ઉતારા 32થી 33.50 સુધીના આવે છે.
કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 10/10/2022 ને સોમવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ કાલાવડ માર્કેટ યાર્ડમાં રૂ. 1906 સુધીનો બોલાયો હતો.
કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):
તા. 10/10/2022 સોમવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1650 | 1833 |
અમરેલી | 1055 | 1863 |
સાવરકુંડલા | 1720 | 1840 |
જસદણ | 1500 | 1820 |
બોટાદ | 1400 | 1885 |
મહુવા | 1100 | 1757 |
ગોંડલ | 1001 | 1851 |
કાલાવડ | 1600 | 1906 |
જામજોધપુર | 1600 | 1831 |
ભાવનગર | 1400 | 1740 |
જામનગર | 1400 | 1865 |
બાબરા | 1580 | 1820 |
જેતપુર | 1336 | 1860 |
વાંકાનેર | 1600 | 1830 |
મોરબી | 1701 | 1867 |
રાજુલા | 1400 | 1810 |
હળવદ | 1600 | 1820 |
વિસાવદર | 1570 | 1776 |
તળાજા | 1200 | 1765 |
બગસરા | 1600 | 1835 |
ઉપલેટા | 1500 | 1845 |
માણાવદર | 1415 | 1900 |
ધોરાજી | 1621 | 1856 |
વિછીયા | 1600 | 1800 |
ભેંસાણ | 1600 | 1850 |
ધારી | 1205 | 1781 |
લાલપુર | 1530 | 1880 |
ખંભાળિયા | 1550 | 1746 |
ધ્રોલ | 1600 | 1811 |
દશાડાપાટડી | 1650 | 1738 |
પાલીતાણા | 1500 | 1750 |
સાયલા | 1460 | 1820 |
હારીજ | 1670 | 1851 |
ધનસૂરા | 1600 | 1750 |
વિસનગર | 1600 | 1851 |
વિજાપુર | 1400 | 1841 |
કુકરવાડા | 1500 | 1863 |
ગોજારીયા | 1260 | 1760 |
હિંમતનગર | 1450 | 1690 |
માણસા | 1400 | 1825 |
મોડાસા | 1550 | 1750 |
પાટણ | 1500 | 1835 |
થરા | 1580 | 1810 |
સિધ્ધપુર | 1608 | 1880 |
ડોળાસા | 1150 | 1790 |
ટિટોઇ | 1420 | 1725 |
બેચરાજી | 1650 | 1751 |
ગઢડા | 1445 | 1801 |
ઢસા | 1650 | 1811 |
કપડવંજ | 1200 | 1500 |
વીરમગામ | 1600 | 1784 |
ચાણસ્મા | 1470 | 1802 |
ખેડબ્રહ્મા | 1501 | 1876 |
ઉનાવા | 1251 | 1862 |
શિહોરી | 1490 | 1715 |
લાખાણી | 1730 | 1771 |
ઇકબાલગઢ | 1401 | 1781 |
સતલાસણા | 1350 | 1600 |
આંબલિયાસણ | 1439 | 1751 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.