આજે કપાસના ભાવમાં થયો વધારો: જાણો આજના (તા. 03/04/2023 ના) કપાસના બજાર ભાવ

WhatsApp Group Join Now

કપાસનાં ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. રૂનાં ભાવ ઘટ્યા ભાવથી રૂ. 1500 જેવા ખાંડીએ વધી ગયા હોવાથી કપાસનાં ભાવમાં રોજ વધારો થાય છે અને શુક્રવારે પણ ભાવમાં રૂ. 5થી 10 સુધારો થયો હતો. આગામી દિવસોમાં કપાસની બજારમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.

ગુજરાતમાં લોકલ કપાસના ભાવ રૂ. 1600થી 1650 વચ્ચેક્વોટ થયાં હતાં. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને 25 ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ. 1500થી 1550, મહારાષ્ટ્રનાં રૂ. 1550થી 1600નાં ભાવ હતાં.

કડીમાં મહારાષ્ટ્રની 40 ગાડી અને કાઠીયાવાડની 25થી 30 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ. 1500થી 1600 વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ. 1580થી 1640નાં હતાં.

કપાસના બજાર ભાવની વાત કરીએ તો, તા. 01/03/2023, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1020થી રૂ. 1500 સુધીના બોલાયા હતા. જ્યારે તળાજા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1250થી રૂ. 1610 સુધીના બોલાયા હતાં. તેમજ ભેંસાણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1450થી રૂ. 1636 સુધીના બોલાયા હતાં.

ધનસૂરા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1400થી રૂ. 1500 સુધીના બોલાયા હતાં. જ્યારે સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1400થી રૂ. 1621 સુધીના બોલાયા હતાં. તેમજ કપડવંજ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1300થી રૂ. 1400 સુધીના બોલાયા હતાં.

ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1430થી રૂ. 1570 સુધીના બોલાયા હતાં.

કપાસના બજાર ભાવ:

તા. 01/03/2023, શનિવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 1020 1500
તળાજા 1250 1610
ભેંસાણ 1450 1636
ધનસૂરા 1400 1500
સિધ્ધપુર 1400 1621
કપડવંજ 1300 1400
ખેડબ્રહ્મા 1430 1570

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment