રૂની બજારો સ્ટેબલ હતી, પંરતુ સમગ્ર દેશમાં આવકો વધી રહી હોવાથી અને જીનોને ડિસ્પેરિટી હોવાથી ઊંચા ભાવથી કપાસ લેવા કોઈ તૈયાર ન હોવાથી ભાવમાં મણે રૂ. 10નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં રૂની બજારો હજી ઘટી ઘટશે તો કપાસ પણ તુટશે.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને 70 ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ. 1570થી 1650, મહારાષ્ટ્રનાં રૂ. 1580થી 1620ના હતાં.
કડીમાં મહારાષ્ટ્રની 200 ગાડી અને કાઠીયાવાડની 50 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ. 1580થી 1640 વચ્ચે હતાં.
કાઠીયાવાડનાં વેપારો રૂ. 1620 થી 1680નાં હતાં. સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક 85 હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બાબરા-બોટાદમાં રૂ. 1700 પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ. 1000થી 1300નાં હતાં. સરેરાશ ભાવ રૂ. 1600થી 1675 વચ્ચે અથડાય રહ્યાં હતાં.
રાજકોટમાં 14થી 15 હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ. 1660થી 1670, એપ્લસમાં રૂ. 1630થી 1650, એમાં રૂ. 1600થી 1610, બી ગ્રેડમાં રૂ. 1570થી 1600, સી ગ્રેડમાં રૂ. 1520થી 1560 નાં હતાં.
દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ 1.56 લાખ ગાંસડીની થઈ હતી. ઉત્તર ભારતમાં 16 હજાર ગાંસડી, એમ.પી.માં 10 હજાર ગાંસડી, ગુજરાતમાં 43 હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં 48 હજાર ગાંસડી, કર્ણાટકમાં 9 હજાર, આંધ્ર પ્રદેશમાં 7 હજાર ગાંસડી, તેલંગણામાં 21 હજાર ગાંસડી, તામિલનાડુમાં 1000 અને ઓરિસ્સામાં 1500 ગાંસડીની આવક થઈ હતી.
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.