ગુજરાત એલર્ટ; અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં અહીં પડશે ૮૦થી ૧૦૦ ઈંચ વરસાદ

જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને એક મહત્વની આગાહી કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. તેમજ 14 અને 15 તારીખ બાદ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની આગાહી કરી છે.

ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, આ વર્ષે સૌરાષ્ટ્રનાં દરીયા કાંઠાનાં વિસ્તારોમાં 40થી 45 ઇંચ કે થી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં 30થી 32 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં 80થી 100 ઇંચ જેટલો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર મધ્ય ગુજરાત અને બનાસકાંઠા અમુક વિસ્તારોમાં 30 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.

જૂન મહીનામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 6 ઇંચ જેટલો વરસાદ પડશે. જ્યારે પંચમહાલના ભાગોમાં 8 ઇંચ અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં શરૂઆતમાં 20 ઇંચ  જેટલો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15 જૂન બાદ વાવણી લાયક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 20 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં જૂન મહિના દરમિયાન થોડો સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જુલાઈ મહિના દરમિયાન પણ ગુજરાતનાં વિસ્તારોમાં 12 ઇંચ જેટલો વરસાદ પડશે. ઓગસ્ટ મહિના દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 8થી 10 ઇંચ સુધી વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા પડશે. 30 ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તેમજ ઓકટોબર મહિના દરમિયાન પણ સારો વરસાદ પડશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો. 

One thought on “ગુજરાત એલર્ટ; અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં અહીં પડશે ૮૦થી ૧૦૦ ઈંચ વરસાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *